entertainment news: આજના ડિજિટલ યુગમાં કોઈપણ ગીતનું રેકોર્ડિંગ હાઇટેક સ્ટુડિયો, કમ્પ્યુટર સોફ્ટવેર અને આધુનિક મિક્સિંગ ટેકનિકની મદદથી ગણતરીના કલાકોમાં પૂરું થઈ જાય છે. ગાયક કે સંગીતકારે કોઈ ખાસ મહેનત નથી કરવી પડતી, બધું જ ટેક્નોલોજી સંભાળી લે છે. પરંતુ ભારતીય સિનેમાનો એક ગોલ્ડન પીરિયડ એવો પણ હતો જ્યારે આવી કોઈ સગવડ નહોતી. ટેકનિકલ મર્યાદાઓ વચ્ચે પણ તે સમયના દિગ્ગજ સંગીતકારો નવા-નવા પ્રયોગો કરીને અમર સંગીત અને સદાબહાર ગીત “જબ પ્યાર કિયા તો ડરના ક્યા”.
પરફેક્શન માટે સંગીતકાર નૌશાદે લીધો અનોખો નિર્ણય
આજે પણ જ્યારે આ ગીત વાગે છે ત્યારે લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે, હિન્દી સિનેમાના ઇતિહાસનું આ સૌથી મોંઘું અને ભવ્ય ગીત કોઈ આલીશાન સ્ટુડિયોમાં નહીં, પરંતુ એક સાધારણ બાથરૂમમાં રેકોર્ડ કરવામાં આવ્યું હતું! આ પાછળનું મુખ્ય કારણ તે સમયની મર્યાદિત ટેક્નોલોજી અને મહાન સંગીતકાર નૌશાદ સાહેબનું મ્યુઝિક પ્રત્યેનું અદભુત ‘પરફેક્શન’ હતું.
કુદરતી ‘ઇકો ઇફેક્ટ મેળવવા અપનાવી હતી અનોખી રીત
આ ગીતની રચના પાછળનો કિસ્સો ભારે રસપ્રદ છે. ગીતના સંગીતકાર નૌશાદ અલી આ ગીતમાં એક ખાસ પ્રકારનો ‘ઇકો’ (પડ) ઇચ્છતા હતા, જેથી ગીતને વધુ ભવ્ય, શાહી અને રાજદરબાર જેવો અહેસાસ આપી શકાય. પરંતુ ૧૯૫૦-૬૦ ના દાયકામાં રેકોર્ડિંગ સ્ટુડિયોમાં આવી ઇકો ઇફેક્ટ આપનારી કોઈ આધુનિક મશીનરી કે ટેક્નોલોજી ઉપલબ્ધ નહોતી. નૌશાદ સાહેબ સામાન્ય રેકોર્ડિંગથી સંતુષ્ટ નહોતા.
ઘણી મથામણ બાદ તેમને એક અનોખો વિચાર આવ્યો. તેમણે સ્ટુડિયોના બાથરૂમનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો. સ્વર કોકિલા લતા મંગેશકરે આ ગીતને બાથરૂમમાં ઊભા રહીને ગાયું હતું, જ્યાં અવાજનો કુદરતી પડઘો પડતો હતો. આ પ્રાકૃતિક ઇકો જ આ ગીતની સૌથી મોટી ઓળખ બની ગયો. જ્યારે આ ગીત થિયેટરોમાં ગુંજ્યું, ત્યારે લોકો દંગ રહી ગયા હતા. તે સમયે સર્જાયેલો આ દેશી જુગાડ આજે પણ સાઉન્ડ એન્જિનિયરિંગ માટે એક પાઠ સમાન છે.
બે વર્ષની સખત મહેનત અને શીશમહેલનો ભવ્ય સેટ
આ ગીત જેટલું સંગીતની દ્રષ્ટિએ અદભુત છે, તેટલું જ તે પડદા પર પણ ભવ્ય દેખાય છે. ફિલ્મ ‘મુગલ-એ-આઝમ’ ના નિર્દેશક કે. આસિફ એક પરફેક્શનિસ્ટ ડિરેક્ટર હતા. આ ગીતના ફિલ્માંકન માટે તેમણે લાહોરના પ્રખ્યાત ‘શીશમહેલ’ થી પ્રેરિત થઈને એક વિશાળ અને ભવ્ય સેટનું નિર્માણ કરાવ્યું હતું.




