Gujarat Ni Vaat

દુનિયાનું પહેલું ‘ગોલ્ડન પેંગ્વિન’: બરફ વચ્ચે સોનાની જેમ ચમકતું જોવા મળ્યું પક્ષી

Share On :

WORLD NEWS : આપણે સૌએ અત્યાર સુધી કાળા અને સફેદ રંગના જ પેંગ્વિન જોયા છે, પરંતુ પ્રકૃતિએ ફરી એકવાર અજાયબી સર્જી છે. દુનિયામાં પહેલીવાર સોનેરી પીળા રંગનું પેંગ્વિન જોવા મળ્યું છે. વૈજ્ઞાનિકો પણ આ અનોખા પક્ષીને જોઈને આશ્ચર્યમાં મૂકાયા છે. જુઓ આ સુંદર નજારો…

હજારોની ભીડમાં એક ‘અનોખું’ અસ્તિત્વ

દક્ષિણ જ્યોર્જિયાના એક ટાપુ પર રોકાયા હતા. ત્યાં હજારોની સંખ્યામાં કિંગ પેંગ્વિન વસવાટ કરે છે. આ હજારો કાળા-સફેદ પેંગ્વિનની ભીડમાં અચાનક એક એવું પક્ષી જોવા મળ્યું જે દૂરથી સોનાના ટુકડા જેવું ચમકતું હતું. નજીક જઈને તપાસતા ખબર પડી કે તે કોઈ સામાન્ય પેંગ્વિન નહીં, પણ સાવ પીળા રંગનું ‘સોનેરી પેંગ્વિન’ હતું. સામાન્ય રીતે પેંગ્વિનની પીઠ કાળી અને પેટનો ભાગ સફેદ હોય છે, જે તેમને સમુદ્રમાં શિકારીઓથી બચવામાં મદદ કરે છે.

વૈજ્ઞાનિકોના મતે: આ પાછળનું રહસ્ય શું છે?

આ સોનેરી પેંગ્વિન કોઈ અલગ પ્રજાતિનું પક્ષી નથી. વૈજ્ઞાનિકોના મતે, આ એક અત્યંત દુર્લભ આનુવંશિક સ્થિતિને કારણે સર્જાયેલું પરિણામ છે. આ સ્થિતિને વિજ્ઞાનની ભાષામાં ‘લ્યુસિઝમ’ કહેવામાં આવે છે. લ્યુસિઝમ એવી સ્થિતિ છે જેમાં પક્ષીના શરીરમાં પિગમેન્ટેશન (રંગદ્રવ્ય) અંશતઃ ઓછું થઈ જાય છે. પેંગ્વિનના કિસ્સામાં, તેના શરીરમાંથી કાળો રંગ (Melanin) સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો હતો, જેના કારણે તેના કુદરતી પીળા રંગના પિગમેન્ટ્સ ઉતરી આવ્યા હતા.

શું આ પેંગ્વિન જોખમમાં છે?

પ્રકૃતિમાં રંગોનું ખૂબ મહત્વ હોય છે. પેંગ્વિનનો કાળો રંગ તેમને પાણીમાં સંતાવા માટે ‘કેમોફ્લેજ’ (છદ્માવરણ) પૂરું પાડે છે. જો પેંગ્વિનનો રંગ આવો તેજસ્વી પીળો હોય, તો તે દરિયાઈ સિંહ અથવા શાર્ક જેવા શિકારીઓની નજરમાં જલ્દી આવી શકે છે. જોકે, વૈજ્ઞાનિકોએ નોંધ્યું છે કે આ ગોલ્ડન પેંગ્વિન તેના સાથીદારો સાથે સામાન્ય રીતે હળીમળીને રહેતું હતું અને અન્ય પેંગ્વિન પણ તેને સ્વીકારી રહ્યા હતા, જે વન્યજીવ સંરક્ષણની દૃષ્ટિએ સારા સમાચાર છે.

સોશિયલ મીડિયા પર વાયરલ નજારો

બેલ્જિયમના વન્યજીવ ફોટોગ્રાફર યવેસ એડમ્સ એ આ અદભૂત ક્ષણોને કેમેરામાં કેદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “અમે નસીબદાર હતા કે આ પક્ષી અમારી બિલકુલ નજીક હતું. જો તે સો મીટર દૂર હોત તો કદાચ અમે તેને ઓળખી ન શક્યા હોત. આ મારા જીવનની સૌથી યાદગાર ક્ષણ છે.” આ ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ લોકો કુદરતના આ કરિશ્માને જોઈને દંગ રહી ગયા છે.