entertainment news: નાના પડદાની લોકપ્રિય અને લાખો દિલોની ધડકન શિવાંગી જોશી આજે તેનો ૩૧મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ શોમાં ‘નાયરા’ના પાત્રથી ઘરે-ઘરે જાણીતી બનેલી શિવાંગી આજે કોઈ ઓળખની મહોતાજ નથી. પરંતુ શું તમે જાણો છો કે ટીવી પર સીધી-સાદી દેખાતી શિવાંગી રિયલ લાઈફમાં ટેલેન્ટનો પાવરહાઉસ છે? એક્ટિંગ ઉપરાંત તે એક એવી કળામાં માહેર છે જેના વીડિયો સોશિયલ મીડિયા પર મિનિટોમાં વાયરલ થઈ જાય છે. આવો જાણીએ શિવાંગીના બર્થડે પર તેના જીવનની કેટલીક રસપ્રદ અને અજાણી વાતો.
આર્થિક પાટનગર મુંબઈમાં જન્મેલી શિવાંગી જોશીના જીવનનો મોટો ભાગ પ્રકૃતિના ખોળા સમાન દેહરાદૂનમાં વીત્યો છે. જન્મના થોડા સમય બાદ જ તેનો આખો પરિવાર ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે શિફ્ટ થઈ ગયો હતો. શિવાંગીએ પોતાનું શાળાકીય શિક્ષણ પણ દેહરાદૂનમાંથી જ પૂરું કર્યું છે. અભિનય ક્ષેત્રે પદાર્પણ કરતા પહેલાં તેણે બેચલર ઓફ આર્ટ્સ (BA) ની ડિગ્રી મેળવીને પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું.

શિવાંગી જોશી વિશે ખૂબ ઓછા લોકો જાણે છે કે તે માત્ર શાનદાર એક્ટિંગ જ નથી કરતી, પરંતુ તે વાસ્તવિક જીવનમાં ટેલેન્ટનો પાવરહાઉસ છે. શિવાંગી એક પ્રોફેશનલ અને ટ્રેન્ડ કથક ડાન્સર પણ છે. સોશિયલ મીડિયા પર તેના ક્લાસિકલ અને મોર્ડન ડાન્સના વીડિયો અવારનવાર ધૂમ મચાવતા હોય છે. ડાન્સ કરતી વખતે શિવાંગીના ચહેરાના એક્સપ્રેશન્સ (ભાવ) એટલા જોરદાર હોય છે કે ચાહકો એક જ નજરમાં તેના દીવાના થઈ જાય છે. ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ થતાની સાથે જ થોડી જ મિનિટોમાં તે વાયરલ થઈ જાય છે અને ફેન્સ તેના આ મલ્ટી-ટેલેન્ટના મન મૂકીને વખાણ કરે છે.
અભિનય અને ડાન્સ સિવાય પણ શિવાંગી જોશીનું વ્યક્તિત્વ ખૂબ પ્રભાવશાળી છે. ટીવી સ્ક્રીન પર ભલે તે સીધી-સાદી વહુ કે દીકરીના રોલમાં જોવા મળતી હોય, પરંતુ રિયલ લાઈફમાં તે ખૂબ જ સ્ટાઇલિશ, બોલ્ડ અને ફિટનેસ ફ્રીક છે. કથક ઉપરાંત તે માર્શલ આર્ટ્સમાં પણ રુચિ ધરાવે છે, જે તેની શારીરિક અને માનસિક ક્ષમતા દર્શાવે છે. 31 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી પણ શિવાંગીની લોકપ્રિયતા ગ્રાફ સતત ઊંચો જઈ રહ્યો છે અને તે આજના યુવાનો માટે એક મોટી પ્રેરણા સાબિત થઈ રહી છે.



