Gujarat Ni Vaat

વિજયના ફેન્સ માટે ખુશખબર: ભલે ફિલ્મોમાંથી લીધો સંન્યાસ, પણ OTT પર માણી શકશો થલાપતિનો જાદુ, 2 ફિલ્મો તો છે બિલકુલ ફ્રી!

Share On :

entertainment news : દક્ષિણ ભારતીય સિનેમાના ‘થલાપતિ’ તરીકે ઓળખાતા સુપરસ્ટાર વિજયે સત્તાવાર રીતે અભિનય જગતમાંથી સંન્યાસની જાહેરાત કરતા લાખો ચાહકોમાં નિરાશા વ્યાપી ગઈ છે. રાજકારણમાં સક્રિય થવા માટે વિજયે સિનેમાને અલવિદા કીધું છે, પરંતુ ડિજિટલ પ્લેટફોર્મ પર હજુ પણ તેમનો જાદુ અકબંધ છે. વિજયની છેલ્લી ફિલ્મ ‘જન નાયકન’ હજુ રિલીઝ થવાની રાહ જોઈ રહી છે, ત્યારે તેમની 8 એવી બ્લોકબસ્ટર ફિલ્મો છે જે હાલમાં OTT પર રેકોર્ડ તોડી રહી છે.

થલાપતિ વિજયની ફિલ્મી કારકિર્દીની કેટલીક યાદગાર ફિલ્મો અત્યારે વિવિધ OTT પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે, જેમાંથી કેટલીક તો દર્શકો મફતમાં પણ નિહાળી શકે છે, લિયો (2023) વિજય અને તૃષાની જોડીનો જાદુ 14 વર્ષ બાદ આ ફિલ્મમાં જોવા મળ્યો હતો, જે હાલ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. ઘિલ્લી (2004) વિજયના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મોમાંની એક, જે એમેઝોન પ્રાઇમ અને સન નેક્સ્ટ પર ઉપલબ્ધ છે. શાહજહાં અને યુથ આ બંને ફિલ્મોમાં વિજયનો રોમેન્ટિક અંદાજ જોવા મળ્યો હતો. ખાસ વાત એ છે કે આ ફિલ્મો યૂટ્યૂબ પર ફ્રીમાં જોઈ શકાય છે.

કાધલુક્કુ મરિયાધૈ સંવેદનશીલ પ્રેમ કહાની ધરાવતી આ ફિલ્મ પ્રાઇમ અને સન નેક્સ્ટ પર માણી શકાય છે. થુલ્લાધા મનમુમ થુલ્લુમ: વિજય અને સિમરનની આ હાર્ટ ટચિંગ ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર છે. સચિન કોલેજ રોમાન્સ આધારિત આ મૂવી જીયો હોટસ્ટાર પર ઉપલબ્ધ છે. વિજયે ભલે પડદા પરથી સંન્યાસ લીધો હોય, પરંતુ તેમની ફિલ્મોનું કલેક્શન અને OTT પરની ઉપલબ્ધતા ચાહકો માટે કોઈ ભેટથી ઓછી નથી. ખાસ કરીને જૂની ફિલ્મો જેવી કે ‘પ્રિયમુડન’ અને ‘થુલ્લાધા મનમુમ થુલ્લુમ’ આજે પણ નવી પેઢીના દર્શકોને આકર્ષી રહી છે