Gujarat Ni Vaat

બળબળતા ઉનાળામાં શરીરને રાખશે કૂલ-કૂલ ..: કાચી કેરીનો પન્નો, નોંધી લો રેસિપી

Share On :

life style news : સમગ્ર રાજ્યમાં ઉનાળાનો પારો સતત વધી રહ્યો છે અને કાળઝાળ ગરમી સાથે લૂ નો પ્રકોપ શરૂ થઈ ગયો છે. જ્યારે સૂર્યદેવ કોપાયમાન થાય છે, ત્યારે વારંવાર તરસ લાગવી અને શરીરનું તાપમાન વધી જવું સામાન્ય બાબત છે. આવા સમયે બજારમાં મળતા કેમિકલયુક્ત કલર અને આર્ટિફિશિયલ એસેન્સવાળા હાનિકારક શરબતો પીવાને બદલે, આપણા પૂર્વજોના જમાનાનું પરંપરાગત પીણું કાચી કેરીનો પન્નો’ સ્વાસ્થ્ય માટે અમૃત સમાન સાબિત થાય છે. તે શરીરને આંતરિક ઠંડક આપવાની સાથે હાઇડ્રેટ રાખે છે અને હીટ સ્ટ્રોકથી બચાવે છે.

કાચી કેરી કુદરતી વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. આજના આધુનિક યુગમાં પણ ડાયેટિશિયન્સ કાળઝાળ ગરમીમાં લૂથી બચવા અને શરીરનું તાપમાન નિયંત્રિત કરવા માટે કાચી કેરીનો પલ્પ, ફુદીનો અને જીરાનું આ મિશ્રણ પીવાની સલાહ આપે છે. આ પીણું ઘરમાં જ માત્ર થોડી મિનિટોમાં ખૂબ જ સરળતાથી તૈયાર કરી શકાય છે. આજકાલ બજારમાં ગરમીથી બચવાના નામે અસંખ્ય આર્ટિફિશિયલ ડ્રિંક્સ, પેકેજ્ડ જ્યુસ, સોડા અને કેમિકલયુક્ત કલરવાળા શરબતોનો રાફડો ફાટ્યો છે.

ટીવી પર આવતી આકર્ષક જાહેરાતો જોઈને લોકો આ પીણાં તરફ દોરાય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ પેકેજ્ડ પીણાંમાં વિટામિન્સના નામે માત્ર શૂન્યતા હોય છે. તેમાં ભરપૂર માત્રામાં સફેદ ખાંડ, પ્રિઝર્વેટિવ્સ, આર્ટિફિશિયલ સ્વીટનર્સ અને એસિડિક તત્વો હોય છે, જે અસ્થાયી રૂપે ગળાને ઠંડક આપી શકે છે, પરંતુ લાંબા ગાળે પાચનતંત્ર, લીવર અને કિડનીને ભારે નુકસાન પહોંચાડે છે.

તે શરીરને હાઇડ્રેટ કરવાને બદલે વધુ ડિહાઇડ્રેટ કરે છે. આ કેમિકલયુક્ત ગળપણના રાફડા સામે આપણો ભારતીય આયુર્વેદિક અને પરંપરાગત વારસો આપણને એક અદભુત વિકલ્પ આપે છે, જેનું નામ છે, કાચી કેરીનો પન્નો અથવા કેરીનો બાફલો. કાચી કેરીનો પન્નો એ માત્ર એક પીણું નથી, પણ ઉનાળાની ઋતુ સામે લડવાનું આપણું કુદરતી રસીકરણ છે.

આ ઉનાળામાં બજારના કેમિકલયુક્ત અને મોંઘા સોફ્ટ ડ્રિંક્સ પાછળ પૈસા વેડફવાને બદલે, પ્રકૃતિના આ વરદાન સમાન સસ્તા અને સો ટકા શુદ્ધ ઘરગથ્થુ પીણાને અપનાવો. તે તમારા પરિવારને હીટ વેવથી સુરક્ષિત રાખશે, પાચનક્રિયા સુધારશે અને આખો દિવસ તાજગીથી ભરી દેશે. તો આજે જ બનાવો અને ઉનાળાને કહો ‘કૂલ-કૂલ બાય-બાય