ભારતીય રેલવે એ દેશની જીવાદોરી સમાન છે, જે દરરોજ લાખો મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી સુરક્ષિત રીતે પહોંચાડે છે. ભારતમાં વંદે ભારત, રાજધાની અને શતાબ્દી જેવી ઘણી ટ્રેનો પોતાની સ્પીડ, સુવિધાઓ અને લાંબા અંતરની મુસાફરી માટે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. પરંતુ, આ બધાની વચ્ચે ભારતીય રેલવેના નેટવર્ક પર એક એવી અનોખી ટ્રેન પણ દોડી રહી છે, જેની ખાસિયત જાણીને સારા-સારા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ પ્રીમિયમ ટ્રેન પોતાના રૂટ પર કોઈપણ સ્ટોપેજ કે હોલ્ટ વગર સળંગ ૫૨૮ કિલોમીટરનું લાંબુ અંતર કાપે છે.

રેલવે પ્રશાસન દ્વારા આ ટ્રેનને એ રીતે ડિઝાઈન અને ઓપરેટ કરવામાં આવી છે જેથી લાંબા અંતરના મુસાફરો કોઈપણ પ્રકારની અડચણ કે સ્ટેશનોની ભીડ વગર ખૂબ જ ઓછા સમયમાં પોતાના નિર્ધારિત સ્થળે પહોંચી શકે. આ નોન-સ્ટોપ સફરને કારણે મુસાફરોના કિંમતી સમયની મોટી બચત થાય છે. ટેકનિકલ સ્ટોપેજ સિવાય આ ટ્રેન ક્યાંય પણ મુસાફરોને ચડવા કે ઉતરવા માટે ઊભી રહેતી નથી, જે ભારતીય રેલવેની સુધરી રહેલી સ્પીડ અને ટ્રેક મેનેજમેન્ટની ક્ષમતા દર્શાવે છે.
પોતાની અદ્ભુત ગતિ અને અનોખા રૂટને કારણે આ ટ્રેન હાલમાં સોશિયલ મીડિયાથી લઈને રેલવે મુસાફરો વચ્ચે ભારે કુતૂહલ અને ચર્ચાનો વિષય બની છે. મુસાફરો પણ આ રોકેટ ગતિ ધરાવતી ‘નોન-સ્ટોપ’ ટ્રેનની સફરનો અનુભવ લેવા માટે ભારે ઉત્સુક દેખાઈ રહ્યા છે.




