Gujarat Ni Vaat

સુરતના ઉધનામાંથી ગુમ થયેલી 3 સગીરાઓ મધ્યપ્રદેશના ઇટારસીથી સહી સલામત મુક્ત, ફોસલાવી ભગાડી જનાર પાડોશના યુવકો જેલભેગા

Share On :

SURAT NEWS: સુરત શહેરના ઉધના વિસ્તારમાંથી શંકાસ્પદ સંજોગોમાં ગુમ થયેલી ત્રણ સગીર વયની દીકરીઓને સુરત પોલીસે ગણતરીના કલાકોમાં મધ્યપ્રદેશના ઇટારસી રેલ્વે સ્ટેશન પરથી સહી-સલામત શોધી કાઢવામાં મોટી સફળતા મેળવી છે. પાડોશમાં જ રહેતા બે યુવકો આ ત્રણેય સગીરાઓને પ્રેમજાળમાં ફસાવી, ફોસલાવીને ભગાડી ગયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સુરત પોલીસ, રેલ્વે પોલીસ અને RPFના સંયુક્ત ઓપરેશન દ્વારા દીકરીઓને હેમખેમ બચાવી લેવાઈ છે અને બંને નરાધમ અપહરણકર્તાઓને દબોચી લેવાયા છે.

ઘટનાની પૃષ્ઠભૂમિ અને અપહરણની સાજીશ

પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના ઉધના પોલીસ મથકની હદમાં આવેલી એક સોસાયટીમાંથી ગઈકાલે એકસાથે ત્રણ સગીરાઓ રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી. સગીર દીકરીઓ અચાનક ગાયબ થઈ જતાં પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા અને તેમણે તાત્કાલિક ઉધના પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. સગીરાઓના અપહરણની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઉધના પોલીસે તુરંત જ આ મામલે ગુનો નોંધી ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

આ સફળ ઓપરેશન અને પોલીસની સરાહનીય કામગીરી અંગે માહિતી આપતા સુરત શહેર પોલીસના ડીસીપી કાનન દેસાઈએ જણાવ્યું હતું કે, ઉધના વિસ્તારમાંથી ત્રણ સગીરાઓ ગુમ થઈ હોવાની ફરિયાદ મળતા જ પોલીસે તેને અત્યંત ગંભીરતાથી લીધી હતી. અમારી ટીમોએ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓનું લોકેશન ટ્રેક કર્યું હતું. મધ્યપ્રદેશના ઇટારસી રેલ્વે સ્ટેશન પર RPFના સહયોગથી ત્રણેય દીકરીઓને હેમખેમ રેસ્ક્યૂ કરવામાં આવી છે. પાડોશમાં રહેતા બે યુવકો આ દીકરીઓને લલચાવી-ફોસલાવીને ભગાડી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

CCTV, ટેકનિકલ સર્વેલન્સ અને RPFની મદદથી ઓપરેશન પાર પડાયું

આ કેસ ઉકેલવા માટે ઉધના પોલીસે આધુનિક ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સચોટ ઉપયોગ કર્યો હતો. પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા, જેમાં સગીરાઓ પાડોશમાં જ રહેતા બે યુવકો સાથે જતી હોવાનું નજરે પડ્યું હતું. ત્યારબાદ આરોપીઓના મોબાઈલ લોકેશન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે જાણવા મળ્યું કે તેઓ ટ્રેન મારફતે ઓરિસા કે ઉત્તર ભારત તરફ ભાગવાની ફિરાકમાં છે.

આરોપીઓ સામે કડક કાર્યવાહી

ઉધના પોલીસે ત્રણેય દીકરીઓને તેમના પરિવારજનોને સોંપવાની પ્રક્રિયા હાથ ધરી છે, જેથી પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. જ્યારે પકડાયેલા બંને યુવકો વિરુદ્ધ સગીરાઓનું અપહરણ કરવા બદલ પોક્સો અને અપહરણની વિવિધ કડક કલમો હેઠળ ગુનો નોંધી આગળની પૂછપરછ અને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.નો સંપર્ક કરી એલર્ટ જાહેર કર્યું હતું. ટેકનિકલ લોકેશન ટ્રેક કરતાં ટ્રેન મધ્યપ્રદેશના ઇટારસી રેલ્વે સ્ટેશન નજીક હોવાનું જણાતા, ત્યાંની સ્થાનિક RPF ટીમની મદદથી રેલ્વે સ્ટેશન પર વોચ ગોઠવી ટ્રેનમાંથી ત્રણેય દીકરીઓને સહી-સલામત હસ્તગત કરવામાં આવી હતી અને સાથે રહેલા બંને આરોપીઓને પણ રાઉન્ડઅપ કરી લેવાયા હતા.