SURAT NEWS: સુરત શહેરના નાસીર નગર વિસ્તારમાં તાજેતરમાં થયેલા ડિમોલેશન મામલે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળા દ્વારા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કરવામાં આવેલી રજૂઆતમાં તંત્ર અને ખાનગી બિલ્ડર વચ્ચે મિલીભગતના આરોપો સાથે સમગ્ર કાર્યવાહી પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. પીડિત પરિવારોની હાલત, પોલીસ બંદોબસ્તની ભૂમિકા અને ઉચ્ચ અધિકારીઓ સામેના આક્ષેપોને લઈને હવે આ મામલે SIT તપાસ અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ તેજ બની છે રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે નાસીર નગર વિસ્તારમાં થયેલ ડિમોલેશન દરમિયાન તંત્ર અને ખાનગી બિલ્ડર વચ્ચે મિલીભગત હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.
દાવો કરવામાં આવ્યો છે કે આ કાર્યવાહી માત્ર કાયદેસર અમલ નહીં પરંતુ ચોક્કસ હિતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં અસંતોષ અને ભયનો માહોલ સર્જાયો છે. ડિમોલેશન દરમિયાન સુરક્ષા માટે SOG પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ સંદર્ભે રજૂઆતમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે SOG ડીસીપી રાજદીપસિંહ નકુમ અને બિલ્ડર સંજય લાખાણી વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી અંગત મિત્રતા હોવાની ચર્ચા અને આક્ષેપો પ્રચલિત છે, જેના કારણે સમગ્ર કાર્યવાહી પર પ્રશ્નચિહ્ન ઊભા થયા છે. પીડિત પરિવારો અંગે જણાવાયું છે કે ડિમોલેશનને 19 દિવસ વીતી ગયા હોવા છતાં અનેક પરિવારો હજુ પણ ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર છે.
તેમના પુનર્વસન અથવા વૈકલ્પિક વ્યવસ્થાના મામલે તંત્ર તરફથી પૂરતી કાર્યવાહી ન થઈ હોવાના આક્ષેપો પણ રજૂઆતમાં કરવામાં આવ્યા છે. આ પરિસ્થિતિને માનવતાવાદી દ્રષ્ટિએ અત્યંત ગંભીર ગણાવવામાં આવી છે. રજુઆતમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ડિમોલેશન પ્રક્રિયામાં હાજર પાલિકાના કેટલાક કર્મચારીઓ સામે પણ હજુ સુધી કોઈ શિસ્તભંગ અથવા તપાસના પગલાં લેવામાં આવ્યા નથી. જેના કારણે સ્થાનિકોમાં ન્યાયપ્રક્રિયા અંગે શંકા અને અસંતોષ વધુ વધી રહ્યો છે.
આ સમગ્ર મુદ્દાને વધુ ગંભીર બનાવતા રજૂઆતમાં SOG ડીસીપી રાજદીપસિંહ નકુમને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ આ સમગ્ર મામલામાં પોલીસ અધિકારીઓ અને બિલ્ડર વચ્ચે આર્થિક લેવડદેવડ અથવા કોઈ પ્રકારના રોકાણના આક્ષેપોની નિષ્પક્ષ તપાસ માટે વિશેષ તપાસ સમિતિની રચના કરવાની પણ માંગ કરવામાં આવી છે. રજુઆતમાં જણાવાયું છે કે જો ઉચ્ચ સ્તરીય અને સ્વતંત્ર તપાસ કરવામાં નહીં આવે તો પીડિત પરિવારોને ન્યાય મળવાની શક્યતા ઓછી રહેશે. તેથી સમગ્ર ડિમોલેશન પ્રક્રિયા, તેની પૂર્વ યોજના, અમલ અને તેમાં સંકળાયેલા તમામ અધિકારીઓ તથા ખાનગી પક્ષોની ભૂમિકા અંગે વિગતવાર તપાસ જરૂરી છ



