Gujarat Ni Vaat

સુરતમાં અચાનક એવું તે શું થયું કે ત્રીજા માળે ઊભેલો યુવક સીધો નીચે પટકાયો: કારણ જાણીને તમે પણ બપોરના તડકામાં બહાર નીકળતા ડરશો!

Share On :

SURAT NEWS: સુરત શહેરમાં પડી રહેલી અસહ્ય ગરમી વચ્ચે પાંડેસરા વિસ્તારમાં એક અત્યંત આઘાતજનક અને દુખદ ઘટના સામે આવી છે. પાંડેસરા પોલીસ કોલોની નજીક આવેલી દર્શન સોસાયટી (કોમલ સર્કલ)માં ત્રીજા માળેથી અચાનક નીચે પટકાવાના કારણે એક ૩૨ વર્ષીય પરપ્રાંતીય શ્રમિકનું આકસ્મિક મોત નીપજ્યું છે. ગર;મીના કારણે ચક્કર આવતા આ અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક આશંકા સેવાઈ રહી છે. મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના બનારસના વતની 32 વર્ષીય વિજયકુમાર બિન્દ પોતાની પત્ની સાથે સુરતમાં રહેતા હતા અને સ્થાનિક લૂમ્સ/ટેક્સટાઇલ ઉદ્યોગમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

ગત રોજ વિજયકુમાર દર્શન સોસાયટીમાં ત્રીજા માળે બહાર ઊભા હતા, તે દરમિયાન અચાનક ગરમી અથવા અન્ય શારીરિક અસ્વસ્થતાના કારણે તેમને ચક્કર આવ્યા હતા. ચક્કર આવતાની સાથે જ તેઓ પોતાનું શારીરિક સંતુલન ગુમાવી બેઠા હતા અને સીધા ત્રીજા માળેથી નીચે રોડ પર પટકાયા હતા. ભારે અવાજ થતાં જ આસપાસના રહીશો અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.ચક્કર આવતાની સાથે જ તેઓ પોતાનું શારીરિક સંતુલન ગુમાવી બેઠા હતા અને સીધા ત્રીજા માળેથી નીચે રોડ પર પટકાયા હતા.

ભારે અવાજ થતાં જ આસપાસના રહીશો અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનાને પગલે પાંડેસરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કમાઉ યુવાનના આવા આકસ્મિક અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર પાંડેસરા વિસ્તારમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.