Gujarat Ni Vaat

પ્રેમજાળ, ગણપતિ પૂજા અને પછી દગો : સુરતમાં વકીલ કાળી કરતૂત, મહિલા વકીલ સાથે લગ્નની લાલચ આપી ગુજાર્યો દુષ્કર્મ

Share On :

surat news : સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાંથી ધર્મ અને ઓળખ છુપાવીને એક મહિલા વકીલ સાથે દુષ્કર્મ અને ક્રૂર વિશ્વાસઘાત આચરવામાં આવ્યો હોવાનો હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપી વકીલે પોતાની સાચી મુસ્લિમ ઓળખ છુપાવી, હિન્દુ નામ ધારણ કરીને પીડિતાને પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપી સતત દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

ધાર્મિક ઓળખ છુપાવી જાસામાં લીધી

સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાંથી ધર્મ અને ઓળખ છુપાવીને એક મહિલા વકીલ સાથે દુષ્કર્મ અને ક્રૂર વિશ્વાસઘાત આચરવામાં આવ્યો હોવાનો હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપી વકીલે પોતાની સાચી મુસ્લિમ ઓળખ છુપાવી, હિન્દુ નામ ધારણ કરીને પીડિતાને પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપી સતત દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

લગ્નની લાલચ આપી કુકર્મ અને વિશ્વાસઘાત

આરોપીએ પીડિતાને લગ્ન કરવાની અવારનવાર લાલચો આપી હતી અને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. લાંબા સમય સુધી દુષ્કર્મ આચર્યા બાદ જ્યારે પીડિતાએ સત્તાવાર રીતે લગ્ન કરવા માટે દબાણ કર્યું, ત્યારે આરોપી રહીમે લગ્ન કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો અને મહિલા વકીલને અધવચ્ચે તરછોડી દીધી હતી.

લગ્નની લાલચ આપી કુકર્મ અને વિશ્વાસઘાત

આરોપીએ પીડિતાને લગ્ન કરવાની અવારનવાર લાલચો આપી હતી અને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. લાંબા સમય સુધી દુષ્કર્મ આચર્યા બાદ જ્યારે પીડિતાએ સત્તાવાર રીતે લગ્ન કરવા માટે દબાણ કર્યું, ત્યારે આરોપી રહીમે લગ્ન કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો અને મહિલા વકીલને અધવચ્ચે તરછોડી દીધી હતી.

બીજી યુવતી સાથે નિકાહ પઢતા ભાંડો ફૂટ્યો

આરોપીના આ અચાનક બદલાયેલા વલણથી પીડિતા સ્તબ્ધ થઈ ગઈ હતી. ત્યારબાદ આ મામલે વધુ તપાસ કરતા પીડિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પીડિતાને ખબર પડી કે જેને તે ‘રોહન’ સમજીને પ્રેમ કરતી હતી તે અસલમાં રહીમ છે અને તેણે ગુપચુપ રીતે બીજી એક મુસ્લિમ યુવતી સાથે લગ્ન પણ કરી લીધા છે.

પોતાની સાથે થયેલા આ ભયાનક દગા અને કુકર્મ અંગે પીડિતાએ આખરે હિંમત ભેગી કરીને સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ન્યાય માટે ધા નાખી છે. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે આરોપી વકીલ રહીમ વિરુદ્ધ ઓળખ છુપાવી દુષ્કર્મ આચરવા, વિશ્વાસઘાત અને છેતરપિંડી સહિતની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ અને આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.