Gujarat Ni Vaat

રાજકોટમાં વધુ એક ‘લવ જેહાદ’નો કિસ્સો: મુસ્લિમ શખ્સના ત્રાસથી હિન્દુ પરિણીતાનો એસિડ પી આપઘાતનો પ્રયાસ

Share On :

રાજકોટ શહેરમાં એક પરિણીતા મહિલાએ સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવેલા એક વ્યક્તિ દ્વારા સતત માનસિક ત્રાસ, ધર્મ પરિવર્તન માટે દબાણ અને બ્લેકમેઇલના આક્ષેપોને કારણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચિંતા અને ચર્ચાનો માહોલ સર્જ્યો છે. મળતી માહિતી મુજબ, હિન્દુ સમાજની એક પરિણીતા મહિલા આશરે એક વર્ષ અગાઉ ઈન્સ્ટાગ્રામ મારફતે અફઝલ સીદા નામના વ્યક્તિના સંપર્કમાં આવી હતી. મહિલાનો આક્ષેપ છે કે છેલ્લા છ મહિનાથી આરોપી દ્વારા તેને પોતાના લગ્નજીવનનો અંત લાવવા, પતિથી અલગ થવા તેમજ ધર્મ પરિવર્તન કરવા માટે સતત દબાણ કરવામાં આવતું હતું.

પરિણીતાના જણાવ્યા અનુસાર, આરોપી દ્વારા વારંવાર ધમકીઓ અને માનસિક દબાણ કરવામાં આવતું હતું. મહિલાનો આક્ષેપ છે કે તેને કેટલીક વખત દરગાહ ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં વિવિધ ધાર્મિક વિધિઓ કરાવવામાં આવતી હતી અને બાદમાં ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવતું હતું. આ સમગ્ર ઘટનાક્રમના કારણે મહિલા ભારે માનસિક તણાવમાં આવી ગઈ હતી. ગત રાત્રે મહિલાએ એસિડ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, સમયસર તેના પતિની નજર પડતાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવતા તેનો જીવ બચી ગયો હતો. હાલ મહિલાની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

મહિલાએ વધુ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે ગોંડલ રોડ વિસ્તારની એક હોટલમાં આરોપી દ્વારા તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ફોટા તથા વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી તેને સતત બ્લેકમેઇલ કરવામાં આવતી હતી. આ કારણે તે ભય અને દબાણ હેઠળ જીવન જીવવા મજબૂર બની હતી.રાજકોટ શહેરમાં એક પરિણીતા મહિલાએ સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવેલા એક વ્યક્તિ દ્વારા સતત માનસિક ત્રાસ, ધર્મ પરિવર્તન માટે દબાણ અને બ્લેકમેઇલના આક્ષેપોને કારણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચિંતા અને ચર્ચાનો માહોલ સર્જ્યો છે.

મળતી માહિતી મુજબ, હિન્દુ સમાજની એક પરિણીતા મહિલા આશરે એક વર્ષ અગાઉ ઈન્સ્ટાગ્રામ મારફતે અફઝલ સીદા નામના વ્યક્તિના સંપર્કમાં આવી હતી. મહિલાનો આક્ષેપ છે કે છેલ્લા છ મહિનાથી આરોપી દ્વારા તેને પોતાના લગ્નજીવનનો અંત લાવવા, પતિથી અલગ થવા તેમજ ધર્મ પરિવર્તન કરવા માટે સતત દબાણ કરવામાં આવતું હતું. મહિલાએ વધુમાં આક્ષેપ કર્યો છે કે આરોપીની ઓળખીતી અનિશા નામની યુવતી પણ તેને લગ્ન તોડીને અફઝલ સાથે જવા માટે પ્રેરિત કરતી હતી.