Aravalli news : સરકારી કામ માટે લાંચ માંગનારાઓ હવે બચી શકશે નહીં. અરવલ્લી એસીબીએ મેઘરજ પંથકમાં ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો ખુલ્લો પાડ્યો છે. વડિલોપાર્જિત જમીનમાં નામ દાખલ કરવા જેવી સામાન્ય પ્રક્રિયા માટે ₹૫,૦૦૦ની માંગણી કરનાર તલાટી વર્ગ-૩ને એસીબીની ટીમે પંચાયત કચેરીમાંથી જ દબોચી લીધો છે. જાણો કેવી રીતે એક જાગૃત નાગરિકે લાંચ આપવાને બદલે એસીબીનો સહારો લઈ ભ્રષ્ટ તલાટીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો.

આ કેસના ફરિયાદી એક જાગૃત નાગરિક છે. ફરિયાદીના પિતાના અવસાન બાદ તેમની વડિલોપાર્જિત જમીનમાં ફરિયાદી તથા તેમની બહેનોના નામ વારસાઈ તરીકે ખાતામાં દાખલ કરવાના હતા. આ સરકારી કામગીરી પૂર્ણ કરવાના અવેજ પેટે આરોપી ગુમાનસિંહ ભુપેન્દ્રસિંહ વાઘેલા (રેવન્યુ તલાટી, વર્ગ-3, મેઘરજ) એ ફરિયાદી પાસે 5000/- ની લાંચની માંગણી કરી હતી.




