entertainment news: ગયા વર્ષે ડિસેમ્બર 2025માં સિનેમાઘરોમાં રિલીઝ થયેલી અભિનેતા રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી ચૂકી છે અને દર્શકોને ખૂબ પસંદ આવી છે. આ ફિલ્મમાં ઘણા શાનદાર કલાકારો જોવા મળ્યા હતા, જેમણે પોતાના અભિનયથી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. પરંતુ તાજેતરમાં જ આ ફિલ્મ સાથે જોડાયેલો એક રસપ્રદ ખુલાસો સામે આવ્યો છે. ફિલ્મ ‘શોલે’ના પ્રખ્યાત વિલન ‘ગબ્બર સિંહ’ એટલે કે દિવંગત અભિનેતા અમઝદ ખાનના દીકરા અને એક્ટર શાદાબ ખાને આ ફિલ્મમાં એક મોટા રોલ માટે ઓડિશન આપ્યું હતું, પરંતુ મેકર્સે તેમને રિજેક્ટ કર્યા હતા.
તાજેતરમાં વિકી લાલવાનીને આપેલા એક ખાસ ઈન્ટરવ્યૂમાં શાદાબ ખાને આ અંગે ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, પ્રખ્યાત કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડાની કંપની તરફથી તેમને ફિલ્મ ‘ધુરંધર’ના એક ખૂબ જ જબરદસ્ત અને મોટા રોલ માટે ફોન આવ્યો હતો. શાદાબ ખાને તે રોલ માટે ઓડિશન પણ આપ્યું હતું અને તે ઘણું સારું પણ રહ્યું હતું. મેં રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’માં એક બહુ મોટા રોલ માટે ઓડિશન આપ્યું હતું. મારું ઓડિશન ઘણું સારું રહ્યું હતું, પરંતુ કમનસીબે હું આ રોલ માટે શારીરિક રીતે ફિટ બેસી શક્યો નહીં.
આ શારીરિક માપદંડોને કારણે આ મૂવી મારા હાથમાંથી નીકળી ગઈ અને મેકર્સે મને રિજેક્ટ કરીને આ રોલ બીજા કલાકારને સોંપ્યો હતો. મલ્ટીસ્ટારર ફિલ્મ ‘ધુરંધર’ પોતાની અનોખી સ્ટારકાસ્ટ અને શાનદાર વાર્તાને કારણે અત્યારે પણ ચર્ચામાં છે, ત્યારે શાદાબ ખાનનો આ ખુલાસો સિનેમા જગતમાં અને સોશિયલ મીડિયા પર ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.




