entertainment news: ભારતીય ક્રિકેટ જગત અને ગ્લેમર વર્લ્ડ વચ્ચે અવારનવાર લવ સ્ટોરીની ચર્ચાઓ થતી રહે છે, ત્યારે સોશિયલ મીડિયા પર વધુ એક નવું કનેક્શન ભારે ચર્ચામાં આવ્યું છે. મુંબઈ ઇન્ડિયન્સના સ્ટાર બેટ્સમેન તિલક વર્મા અને સાઉથની લોકપ્રિય યુવા અભિનેત્રી શ્રીલીલા વચ્ચે ડેટિંગ ચાલી રહ્યું હોવાની અફવાઓએ જોર પકડ્યું છે. ઇન્ટરનેટ પર ચાહકો સતત એ સવાલ પૂછી રહ્યા છે કે, શું મેદાન પર ચોગ્ગા-છગ્ગા ફટકારનાર તિલક વર્મા તેલુગુ હસીનાની ગુગલીમાં ક્લીન બોલ્ડ થઈ ગયા છે?
છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર તિલક વર્મા અને શ્રીલીલાના નામની જોરદાર ચર્ચા થઈ રહી છે. બંને ટ્રેન્ડિંગમાં છે અને અફવાઓ એવી છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. જોકે, બંને સ્ટાર્સ તરફથી હજુ સુધી આ અફવાઓ પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા કે પુષ્ટિ આપવામાં આવી નથી, પરંતુ ચાહકોએ અત્યારથી જ સોશિયલ મીડિયા પર મીમ્સ અને વીડિયો બનાવીને આ કથિત જોડીની ચર્ચાને વેગ આપી દીધો છે.
તિલક વર્માનું નામ જેમના સાથે જોડાઈ રહ્યું છે તે શ્રીલીલા તેલુગુ સિનેમાની ટોચની અને સૌથી ઝડપથી ઊભરી રહેલી અભિનેત્રીઓમાંથી એક છે. 2021માં આવેલી ફિલ્મ ‘પેલી સંદડ’ થી ચર્ચામાં આવેલી શ્રીલીલાએ મહેશ બાબુ અને રવિ તેજા જેવા સાઉથના સુપરસ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરી છે. તે પોતાની અદભુત એક્ટિંગ અને શાનદાર ડાન્સિંગ સ્કિલ માટે યુવાઓમાં ખૂબ જ લોકપ્રિય છે.
ક્રિકેટ અને સિનેમાના આ નવા સંભવિત કનેક્શનને લઈને સોશિયલ મીડિયા પર ચાહકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકો આ જોડીને સુપરહિટ ગણાવી રહ્યા છે, તો કેટલાક તેને માત્ર અફવા ગણાવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે તિલક કે શ્રીલીલા આ ચર્ચાઓ પર ક્યારે મૌન તોડે છે.




