entertainment news : બોલિવૂડના ‘બાદશાહ’ શાહરૂખ ખાન માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં કરોડો ચાહકોના દિલ પર રાજ કરે છે. શાહરૂખ ખાન માત્ર એક શાનદાર અભિનેતા જ નથી, પરંતુ એક અત્યંત સફળ બિઝનેસમેન પણ છે. કિંગ ખાન પોતાની શાનદાર એક્ટિંગની સાથે સાથે પોતાની અલ્ટ્રા-લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ માટે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ શાહરૂખ ખાન તેના કિંમતી પ્રાઇવેટ જેટ સાથે સ્પોટ થયો હતો, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ફેન્સ તેની વૈભવી સુવિધાઓ જોઈને દંગ રહી ગયા છે.
રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાન પાસે જે પ્રાઇવેટ જેટ છે તેનું નામ Gulfstream G550 છે. આ કોઈ સામાન્ય જેટ નથી, પરંતુ લાંબા અંતરની સફર માટે વિશ્વના સૌથી પ્રખ્યાત અને વૈભવી બિઝનેસ જેટ્સમાંનું એક છે. આ જેટની સૌથી મોટી ખાસિયત એ છે કે તે કોઈપણ જગ્યાએ રોકાયા વિના સતત 12,000 કિલોમીટર સુધીની લાંબી મુસાફરી ખેડી શકે છે. આ જેટની કિંમત વિશે વાત કરીએ તો, કિંમત આશરે 500 કરોડ રૂપિયા છે. આ જેટ સામાન્ય રીતે વૈશ્વિક સ્તરના મોટા બિઝનેસ ટાયકૂન્સ, અબજોપતિઓ અને ઉચ્ચ સરકારી અધિકારીઓ પાસે જ જોવા મળે છે.
શાહરૂખ ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો, આ વર્ષે તેની મોસ્ટ અવેટેડ એક્શન-થ્રિલર ફિલ્મ ‘કિંગ’ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. પ્રખ્યાત ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ આ જ વર્ષે જ ક્રિસમસના અવસરે રિલીઝ થશે.આ ફિલ્મ એટલા માટે પણ ખાસ છે કારણ કે શાહરૂખ ખાન તેની દીકરી સુહાના ખાન સાથે પહેલીવાર સિલ્વર સ્ક્રીન શેર કરતો જોવા મળશે.
સુહાના ખાન આ ફિલ્મથી પોતાનું મોટું બોલિવૂડ ડેબ્યૂ કરવા જઈ રહી છે. ફિલ્મમાં કિંગ ખાન ‘સિલ્વર-હેયર્ડ’ (સ્ટાઇલિશ સફેદ વાળ) લુકમાં જોવા મળશે, જેમાં તેની સાથે દીપિકા પાદુકોણ અને અભિષેક બચ્ચન પણ મહત્વની ભૂમિકામાં છે. આ સિવાય શાહરૂખ ખાને તાજેતરમાં જ એક મોટા બજેટની રોમેન્ટિક ફિલ્મ પણ સાઇન કરી છે, જેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.




