entertainment news : સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ડાયરેક્ટર હાર્દિક ગજ્જરની ભવ્ય પૌરાણિક ફિલ્મ ‘કૃષ્ણાવતારમ પાર્ટ 1 : હૃદયમ’ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ભગવાન શ્રીકૃષ્ણના જીવન પર આધારિત આ ફિલ્મે દર્શકોના દિલ જીતી લીધા છે. ફિલ્મમાં કૃષ્ણ અને સત્યભામાની સાથે સૌથી વધુ ચર્ચા જે પાત્રની થઈ રહી છે, તે છે ‘રાધા’. સ્ક્રીન પર રાધાનો દિવ્ય અને ખૂબસૂરત રોલ ભજવીને દેશભરના ચાહકોને ઘેલા કરનાર અભિનેત્રી સુષ્મિથા હાલમાં ભારે ચર્ચામાં છે. અભિનયની સાથે ડાન્સમાં પણ અત્યંત માહેર એવી સુષ્મિથા ભટે પોતાના કિલર એક્સપ્રેશન્સ અને સાદગીથી હિન્દી સિનેમામાં પોતાના પહેલા જ ડેબ્યૂથી મોટો ધમાકો કર્યો છે.
સુષ્મિથા ભટ કોઈ નવું નામ નથી, તે સાઉથ સિનેમાની જાણીતી અને પ્રતિભાશાળી અભિનેત્રી છે. રૂપેરી પડદે તેની સફર તેલુગુ ફિલ્મ ‘નાટ્યમ‘ થી શરૂ થઈ હતી, જ્યાં તેના ક્લાસિકલ ડાન્સ અને એક્ટિંગના ભારે વખાણ થયા હતા. આ ઉપરાંત તેણે સુપરહિટ કન્નડ ફિલ્મ ‘ચો ચો બાથ‘થી કન્નડ ઓડિયન્સમાં જબરદસ્ત લોકપ્રિયતા મેળવી હતી. સાઉથના મોટા સ્ટાર્સ સાથે કામ કરવાનો અનુભવ ધરાવતી સુષ્મિથાએ તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વિક્રમ પ્રભુ સાથે ‘લવ મેરેજ’ અને મલયાલમ સિનેમામાં ‘ડોમિનિક એન્ડ ધ લેડીઝ પર્સ’ જેવી ફિલ્મોમાં પોતાની એક્ટિંગનો લોહ મનાવ્યો છે.

એક ઈન્ટરવ્યુમાં સુષ્મિથા ભટે ખુલાસો કર્યો હતો કે હિન્દી સિનેમા તેના માટે ખૂબ જ અલગ અને દૂરની દુનિયા હતી. શરૂઆતમાં ડાયરેક્ટરે તેને બીજા રોલ માટે શોર્ટલિસ્ટ કરી હતી, પરંતુ જ્યારે હાર્દિક ગજ્જર તેને રૂબરૂ મળ્યા, ત્યારે તેની સાદગી, સંસ્કારી બેકગ્રાઉન્ડ અને ચહેરાના હાવભાવ જોઈને ડાયરેક્ટરે ઇન્સ્ટન્ટ નિર્ણય લીધો કે સુષ્મિથા જ આ ફિલ્મની ‘રાધા’ બનશે.
સુષ્મિથા ભટ માત્ર સારો અભિનય જ નથી કરતી, પરંતુ તે એક ટ્રેન્ડ ક્લાસિકલ ડાન્સર પણ છે. તેના સુપરહિટ સોંગ ‘તુલસી’ ને કારણે તે પહેલાથી જ ફેન્સની ફેવરિટ રહી છે. સોશિયલ મીડિયા પર ફેન્સ તેના લુક, કિલર આંખો અને સ્માઇલના દિવાના બન્યા છે. સાઉથ અને નોર્થના ભેદભાવને ભૂંસીને સુષ્મિથા હવે સાચા અર્થમાં ‘પેન-ઇન્ડિયા’ સ્ટાર બની ગઈ છે. કૃષ્ણાવતારમ’ની સફળતા બાદ, સુષ્મિથા ભટ પાસે બોલિવૂડ અને સાઉથની ઘણી મોટી ફિલ્મોની ઓફર આવી રહી છે.




