Gujarat Ni Vaat

વિરાટ કોહલી સતત બીજી મેચમાં ‘ઝીરો’ પર આઉટ: બેંગલુરુની મુંબઈ સામે રોમાંચક જીત

Share On :

CRICKET NEWS : IPL 2026 માં રવિવારની રાત્રે રમાયેલી હાઈ-વોલ્ટેજ ડ્રામા જેવી મેચમાં બેંગલુરુએ મુંબઈને 2 વિકેટે પરાજય આપ્યો છે. જોકે, આ જીત કરતા પણ વધુ ચર્ચા વિરાટ કોહલીના સતત બીજા ‘ડક’ (ઝીરો) અને ભુવનેશ્વર કુમારની કાતિલ બોલિંગની થઈ રહી છે. મેદાન પર તિલક વર્માના શાનદાર કેચ અને રોમાંચક ઉતાર-ચઢાવ વચ્ચે કેવી રહી આ મેચ હાઈ-વોલ્ટેજ મેચમાં બેંગલુરુએ મુંબઈને 2 વિકેટે હરાવી રોમાંચક વિજય મેળવ્યો છે. એક તરફ બેંગલુરુની જીતનો આનંદ છે, તો બીજી તરફ સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું સતત બીજી મેચમાં શૂન્ય રને આઉટ થવું ચર્ચાનો વિષય બન્યો છે.

ભુવનેશ્વર કુમારનો તરખાટ

મુંબઈની ઇનિંગ દરમિયાન ભુવનેશ્વર કુમારે પોતાની સ્વિંગ બોલિંગથી તરખાટ મચાવ્યો હતો. તેણે ત્રીજી ઓવરમાં સતત બે બોલ પર રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવને આઉટ કરી મુંબઈના ટોપ ઓર્ડરને વેરવિખેર કરી દીધો હતો. ભુવનેશ્વરે મેચમાં કુલ 4 મહત્વની વિકેટ ઝડપી હતી.

તિલક વર્માની લડાયક ઇનિંગ અને અદભૂત કેચ

મુંબઈ તરફથી તિલક વર્માએ 42 બોલમાં 57 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જોકે અંતિમ ઓવરોમાં સ્ક્રૂપ શોટ રમવાની લાલચમાં તેણે પોતાની વિકેટ ગુમાવી હતી. ફિલ્ડિંગમાં પણ તિલક અને નમન ધીરે બાઉન્ડ્રી લાઇન પર અદભૂત ‘રિલે કેચ’ પકડીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ક્રુણાલ પંડ્યા ૭૩ રન બનાવી આ શાનદાર કેચનો શિકાર બન્યો હતો.

કોહલીનો ફ્લોપ શો

167રનનો પીછો કરવા ઉતરેલી બેંગલુરુની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. વિરાટ કોહલી દીપક ચાહરના બોલ પર કેચ આઉટ થઈ સતત બીજી મેચમાં શૂન્ય રને પેવેલિયન ભેગો થયો હતો. આઈપીએલ ઇતિહાસમાં કોહલી આઠમી વખત શૂન્ય પર આઉટ થયો છે. સુયશ શર્માએ તિલક વર્માનો કેચ છોડતા મુંબઈને જીવનદાન મળ્યું હતું, પરંતુ અંતે બેંગલુરુના લોઅર ઓર્ડરે મક્કમતા બતાવી ૨ વિકેટે મેચ જીતી લીધી હતી. ભુવનેશ્વર કુમારની ધારદાર બોલિંગ અને મુંબઈના બેટ્સમેનોનું નબળું પ્રદર્શન આ મેચનું મુખ્ય પાસું રહ્યું હતું.