life style news: ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતભરમાં એર કંડિશનરનો વપરાશ રેકોર્ડ બ્રેક સ્તરે પહોંચી ગયો છે. સામાન્ય રીતે લોકો એસીમાંથી પાણી ટપકવાની કે રૂમની અંદર લીકેજ થવાની સમસ્યાથી ચિંતિત હોય છે. પરંતુ, એસીના ટેકનિકલ એક્સપર્ટ્સે એક નવો જ ખુલાસો કરતાં ચેતવણી આપી છે કે, એસી ચાલુ હોવા છતાં તેમાંથી પાણી બિલકુલ બહાર ન નીકળવું એ તેનાથી પણ વધુ ગંભીર અને મોંઘી સમસ્યા છે!
મોટાભાગના લોકો આ બાબતને સામાન્ય ગણીને નજરઅંદાજ કરે છે, જે પાછળથી એસીને કાયમ માટે નકામું બનાવી શકે છે અથવા હજારો રૂપિયાનો મોટો ખર્ચો લાવી શકે છે. બહારની ડ્રેઇન પાઇપમાંથી પાણી ન નીકળતું હોય, તો સમજી લેવું કે એસીની અંદર કોઈ મોટી આંતરિક ખામી સર્જાઈ રહી છે.
એસીમાંથી પાણી નીકળવું કેમ જરૂરી છે?
જ્યારે એસીમાં કૂલિંગ ગેસ (રેફ્રિજરેન્ટ) નું લેવલ ઓછું થઈ જાય છે અથવા ક્યાંકથી લીકેજ થાય છે, ત્યારે એસીની ઇન્ડોર કોઈલ પરનું તાપમાન માઈનસમાં જતું રહે છે. આના કારણે કોઈલ પર પાણી બનવાને બદલે બરફની જાડી પરત જામવા લાગે છે. બરફ જામી જવાને કારણે ડ્રેઇન પાઇપ સુધી પાણી પહોંચતું જ નથી.એર ફિલ્ટર્સનું અત્યંત ગંદા હોવું જોઈએ. મોટાભાગના ઘરમાલિકો આ બાબતને સામાન્ય ગણીને નજરઅંદાજ કરે છે, જે પાછળથી આખા એસીને કાયમ માટે નકામું બનાવી શકે છે અથવા હજારો રૂપિયાનો મોટો આર્થિક ફટકો આપી શકે છે.
જો તમે એસીના એર ફિલ્ટર સમયસર સાફ નથી કરતા, તો તેના પર ધૂળની મોટી પરત જામી જાય છે. આના કારણે રૂમની હવા ફિલ્ટરમાંથી પસાર થઈને કોઈલ સુધી પહોંચી શકતી નથી. હવાનો પ્રવાહ અટકવાને કારણે પણ કોઈલ પર બરફ જામી જાય છે અને પાણી બહાર આવતું બંધ થઈ જાય છે.ઉનાળાની આ સીઝનમાં એસી એ લક્ઝરી નહીં પણ જરૂરિયાત બની ગયું છે. એસીમાંથી પાણી ન નીકળવું એ એક સાયલન્ટ કિલર જેવી સમસ્યા છે જે તમારા મોંઘા ઉપકરણને અંદરથી પોખરી નાખે છે. તેથી, સહેજ પણ બેદરકારી રાખ્યા વગર આજે જ તમારા ઘરના એસીની તપાસ કરો અને સુરક્ષિત રહો.




