LIFESTLYE NEWS: ગરમીનો પારો 40 ડિગ્રી વટાવી રહ્યો છે અને લૂ ના પવનો ફૂંકાઈ રહ્યા છે, ત્યારે તમારા રસોડામાં રહેલી એક નાનકડી વસ્તુ તમને મોટી રાહત આપી શકે છે. વાત છે ‘ફુદીના’ની. વિટામિન A, C અને મેન્થોલથી ભરપૂર ફુદીનો માત્ર સ્વાદ જ નહીં, પણ ઉનાળામાં શરીર માટે રક્ષણ કવચ છે. પાચન સુધારવાથી લઈને ત્વચાને ચમકાવવા સુધી, જાણો ફુદીનાના ૫ જાદુઈ ફાયદા જે તમને આ ઉનાળામાં રાખશે એકદમ કૂલ અને હાઈડ્રેટે હાલમાં મે-જૂન મહિનાની આકરી ગરમી અને તપતા તડકા વચ્ચે લૂ (ગરમ પવન) નો પ્રકોપ વધી રહ્યો છે. આવા સમયે શરીરને હાઇડ્રેટ રાખવું અને રોગોથી બચવું એ એક મોટો પડકાર છે.
પાચનતંત્ર માટે રામબાણ ઈલાજ
ઉનાળામાં અવારનવાર અપચો, ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ સતાવે છે. ફુદીનામાં રહેલું ‘મેન્થોલ’ પાચન રસોને સક્રિય કરે છે અને પેટની જ્વાળા શાંત કરે છે. ફુદીનાની ચા અથવા તેના અર્કનું સેવન કરવાથી પેટનો દુખાવો અને ઉલટીમાં તાત્કાલિક રાહત મળે છે.

લૂ અને ડિહાઈડ્રેશન સામે રક્ષણ
બહારના ગરમ વાતાવરણમાં લૂ લાગવાનો ભય રહે છે. ફુદીનાની તાસીર ઠંડી હોવાથી તે શરીરના આંતરિક તાપમાનને નિયંત્રિત રાખે છે. ફુદીનાનું શરબત અથવા આમ પન્નામાં ફુદીનો નાખીને પીવાથી શરીરમાં પાણીની ઉણપ દૂર થાય છે અને વ્યક્તિ એનર્જી અનુભવે છે.
ત્વચાની કુદરતી ચમક
ફુદીનામાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે. ઉનાળામાં સનબર્ન, ખીલ કે ડાઘ-ધબ્બાની સમસ્યામાં ફુદીનાના પાનનો પેસ્ટ ચહેરા પર લગાવવાથી ઠંડક મળે છે અને ત્વચા ઇન્ફેક્શન મુક્ત રહે છે. ફુદીનો એક કુદરતી માઉથ ફ્રેશનર છે. તેની પાંદડીઓ ચાવવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે અને હાનિકારક બેક્ટેરિયાનો નાશ થાય છે, જેનાથી પેઢા પણ સ્વસ્થ રહે છે.

તણાવ અને શ્વાસની તકલીફમાં રાહત
ફૂદીનાની તાજગીભરી સુગંધ મનને શાંત કરે છે અને માનસિક તણાવ ઘટાડે છે. વધુમાં, તે શ્વાસનળીનો સોજો ઓછો કરે છે, જેનાથી દમ કે શરદી-ઉધરસના દર્દીઓને શ્વાસ લેવામાં સરળતા રહે છે. ફુદીનાના તેલનો ઉપયોગ એરોમાથેરાપીમાં પણ વ્યાપકપણે થાય છે.
કેવી રીતે કરવો ઉપયોગ?
નિષ્ણાતો સલાહ આપે છે કે ઉનાળામાં ફુદીનાને ચટણી, રાયતા, શરબત, અથવા છાશમાં નાખીને નિયમિતપણે આહારમાં સામેલ કરવો જોઈએ. તે માત્ર ઠંડક જ નથી આપતો, પરંતુ સમગ્ર સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદરૂપ થાય છે.




