Gujarat Ni Vaat

બાળકોની સુરક્ષા રામભરોસે? સુરતમાં પૂરપાટ ઝડપે આવતી સિટી બસે સ્કૂલ બસને લીધી અડફેટે, 2 વિધાર્થી ઘાયલ

Share On :

SURAT NEWS: સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં આજે એક મોટી માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. સિંગણપોર વિસ્તારમાં આવેલા સિલ્વર સ્ટોન આર્કેડ પાસે પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે દોડતી એક સિટી બસના ચાલકે આગળ જઈ રહેલી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની બસને પાછળથી ધડાકાભેર ટક્કર મારી દીધી હતી. આ ભયાનક અકસ્માતના પગલે રોડ પર તેમજ બંને બસોની અંદર ચીસાચીસ અને બૂમાબૂમ મચી ગઈ હતી.

બંને બસમાં સવાર મુસાફરો અને વિદ્યાર્થીઓની વિગત

અકસ્માત સર્જનાર સિટી બસ (જેનો રજિસ્ટ્રેશન નંબર GJ 05 BZ 444બે માસૂમ વિદ્યાર્થીઓને ઇજા પહોંચી છે, આ જોરદાર ટક્કરના કારણે સ્કૂલ બસમાં સવાર પાંચ વિદ્યાર્થીઓમાંથી બે વિદ્યાર્થીઓને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સદનસીબે, સિટી બસમાં સવાર સાતેય મુસાફરોમાંથી કોઈ પણ વ્યક્તિને જાનહાનિ કે ઇજા થઈ નથી, જે ખૂબ જ રાહતની બાબત છે. આશરે સાત જેટલા મુસાફરો સવાર હતા. જ્યારે સામે પક્ષે રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની બસમાં પાંચ જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા, જેઓ સ્કૂલે જઈ રહ્યા હતા.

પોલીસ કાફલો ઘટનાસ્થળે, કાયદેસરની કાર્યવાહી શરૂ

ઘટના અંગે સ્થાનિક રાહદારીઓ દ્વારા કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા જ સિંગણપોર પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે બંને વાહનોને રસ્તાની બાજુ પર ખસેડીને ટ્રાફિક હળવો કર્યો હતો. હાલ આ મામલે સિટી બસના ચાલક વિરૂદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જવા બદલ સિંગણપોર પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ છે. સુરત પોલીસ શહેરમાં જાહેર પરિવહનના ડ્રાઇવરોને નિયત ગતિ મર્યાદામાં અને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા કડક અપીલ કરે છે.