SURAT NEWS: સુરત શહેરમાં છેલ્લા 24 કલાકથી વરસી રહેલા અવિરત વરસાદે વેપારી આલમની કમર તોડી નાખી છે. સુરતના મુખ્ય ધમધમતા એવા સુરત રેલ્વે સ્ટેશનથી લઈને સરથાણા જકાતનાકા સુધીના મુખ્ય માર્ગ પર આકાશી આફતે ભારે તબાહી મચાવી છે. આ મુખ્ય રસ્તા પર આવેલી અસંખ્ય દુકાનો અને શોપિંગ કોમ્પ્લેક્સના બેઝમેન્ટ (તળિયા)માં વરસાદી પાણી ફરી વળતાં વેપારીઓને રોવાનો વારો આવ્યો છે.
કરોડોની ઘરવખરી અને કોમર્શિયલ માલસામાન પાણીમાં ગરકાવ
રેલ્વે સ્ટેશનથી સરથાણા સુધીના માર્ગ પર આવેલા કોમ્પ્લેક્સના અંડરગ્રાઉન્ડમાં પાણીનો નિકાલ ન થતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. કલાકો સુધી બેઝમેન્ટની દુકાનો પાણીમાં ડૂબેલી રહેવાના કારણે અંદર રાખેલો કરોડો રૂપિયાનો કિંમતી માલસામાન નાશ પામ્યો છે. જેમાં મોબાઈલ ફોન, કમ્પ્યુટર-લેપટોપ, કાર ડેકોરેશનની એસેસરીઝ, કરિયાણું, મેડિકલ સ્ટોર્સની દવાઓ, કાપડ તેમજ રેડીમેડ કપડાંના હોલસેલ અને રિટેલ વેપારીઓનો માલ સંપૂર્ણપણે પાણીમાં પલળીને નકામો થઈ ગયો છે.

વેપારીઓને મોટું આર્થિક નુકસાન
પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે વેપારીઓને પોતાનો કિંમતી સામાન ઊંચા સ્થાને ખસેડવાની તક પણ મળી ન હતી. ઈલેક્ટ્રોનિક્સ અને કાપડના બજારોમાં પાણી ભરાઈ જવાના કારણે વેપારીઓને લાખો-કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ધંધા-રોજગાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયા છે અને ભરાયેલા પાણીના કારણે શોર્ટ સર્કિટ થવાનો પણ ભય સેવાઈ રહ્યો છે.