SOMNATH NEWS: ચોમાસાની ઋતુ દરમિયાન મેઘરાજા જ્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે નદી-નાળાઓ ઉભરાવા અને પૂર આવવાની ઘટનાઓ સામાન્ય બની જતી હોય છે. આવી જ એક કુદરતી આપત્તિ તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળી હતી. જિલ્લામાં વરસેલા અત્યંત ભારે અને અનરાધાર વરસાદના પરિણામે સ્થાનિક નદીઓ વહેણ બદલીને માનવ વસાહતો તરફ ફંટાઈ ગઈ હતી. આ ભારે વરસાદની સૌથી ગંભીર અસર ગીર સોમનાથ જિલ્લાના ગાંગડા ગામ પર પડી, જ્યાં નજીકમાંથી વહેતી રૂપેણ નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
કુદરતી આફતની આ ઘડીમાં ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા, પરંતુ સ્થાનિક વહીવટી તંત્રની ભારે સતર્કતા અને સમયસૂચકતાને કારણે એક બહુ મોટી જાનહાનિ ટળી હતી.ગાંગડા ગામમાં બનેલી આ ઘટના મધ્યરાત્રિના સમયે ઘટી હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર અને ભયજનક બની ગઈ હતી. રાતના આશરે 1.00 કલાકે, જ્યારે સમગ્ર ગામ ઘાઢ નિદ્રામાં હતું, ત્યારે ગામની નજીકથી પસાર થતી રૂપેણ નદીમાં પાણીની આવક અચાનક ખૂબ વધી ગઈ હતી. પાણીના ધસમસતા પ્રવાહ અને ભારે દબાણને કારણે નદીનો રક્ષણાત્મક પાળો તૂટી ગયો હતો.

વહીવટી તંત્રને જ્યારે આ અંગે માહિતી મળી કે ગાંગડા ગામના આ વિસ્તારોમાં આશરે 250 જેટલા લોકો પોતાના ઘરોમાં અને ઊંચા સ્થાનો પર પૂરના પાણીની વચ્ચે ફસાયેલા છે, ત્યારે તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું હતું. મધ્યરાત્રિનો સમય હોવા છતાં, પરિસ્થિતિની ગંભીરતા અને માનવ જિંદગીના જોખમને ધ્યાને રાખીને ગીર સોમનાથના જિલ્લા વહીવટી તંત્રે જરાય વિલંબ કર્યા વિના આપત્તિ વ્યવસ્થાપનની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી.
બચાવ કામગીરીને વેગ આપવા માટે વહીવટી તંત્રે વિવિધ વિભાગોને સાથે રાખીને એક સંયુક્ત મોરચો સંભાળ્યો હતો. રાત્રિના અંધકાર અને ચાલુ વરસાદની વચ્ચે પણ બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ મહાકાય રેસક્યૂ ઓપરેશનમાં નીચે મુજબના વિભાગોએ ખભેખભા મિલાવીને કામગીરી કરી હતીઆ બંને સ્થળોએ લાવવામાં આવેલા લોકો માટે ત્વરિત અને સુવ્યવસ્થિત પ્રબંધ કરવામાં આવ્યો હતો. પૂરના પાણીને કારણે જે લોકોએ પોતાના ઘરો ગુમાવ્યા હતા.
જેમના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, તેવા 115 જેટલા વ્યક્તિઓ માટે વહીવટી તંત્ર દ્વારા આ આશ્રયસ્થાનોમાં જ રહેવા, સુવાની તેમજ ગરમ ભોજન અને પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે બાકીના આશરે 135 જેટલા લોકો પોતાના પરિવારજનો, મિત્રો અથવા નજીકના સગા-સંબંધીઓના સુરક્ષિત ઘરોમાં શિફ્ટ થઈ ગયા હતા. તંત્ર દ્વારા આશ્રયસ્થાનોમાં તબીબી સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ હતી જેથી કોઈને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા ન થાય.




