Gujarat Ni Vaat

દર્દ સે પુરાના રિશ્તા હૈ મેરા…ધમાકેદાર અંદાજમાં રિલીઝ થયું ‘Awarapan 2’ નું ટીઝર, આ દિવસે શિવમ પંડિત મચાવશે ધૂમ

Share On :

entertainment news: બોલિવૂડના ઇમરાન હાશ્મીના ચાહકો માટે એક મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. વર્ષ ની સુપરહિટ આઇકોનિક ફિલ્મ ‘આવારાપન’ની સિક્વલ ‘આવારાપન 2’ નું સત્તાવાર ટીઝર ફાઇનલી મેકર્સ દ્વારા રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ પહેલી ઝલક સામે આવતાની સાથે જ સિનેપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ટીઝર સોશિયલ મીડિયા પર પવનવેગે વાયરલ થઈ ગયું છે.રિલીઝ થયેલું આ પાવરફુલ ટીઝર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. ટીઝરની શરૂઆત ઇમરાન હાશ્મીના જોરદાર બાઇક રાઇડિંગ સીન સાથે થાય છે,

બેકગ્રાઉન્ડમાં ઇમરાનનો જ દમદાર અવાજ સંભળાય છે કે, “કેટલાક લોકોની કહાની તેમની મરજીથી પૂરી થતી નથી.” ત્યારબાદ, પઠાની સૂટ પહેરેલો ઇમરાન પોતાની જૂની મોહબ્બત ‘આલિયા હામિદ’ની કબર પર ગુલાબ ચઢાવતો અને ભાવુક થતો જોવા મળે છે. ટીઝરમાં આગળ વધતા ઇમરાન બૌદ્ધ લામાઓની વચ્ચે ગંભીર સ્થિતિમાં સારવાર લેતો દેખાય છે, જ્યાં તેનો એક ડાયલોગ હૃદયસ્પર્શી છે, “મોત ભી અજીબ હૈ, ઉસને મુઝે છુઆ, લેકિન અપનાયા નહીં.” અહીંથી વાર્તા નવો વળાંક લે છે અને વિદેશી લોકેશન પર શિફ્ટ થાય છે, જ્યાં ઇમરાન હાશ્મી ખૂનખાર ‘રિંગ ફાઇટ’ કરતો નજરે પડે છે.

આ સાથે જ ફિલ્મમાં અગત્યની ભૂમિકા ભજવી રહેલા ગ્લેમરસ એક્ટ્રેસ દિશા પટણી અને દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમીની પણ શાનદાર એન્ટ્રી જોવા મળે છે. ‘આવારાપન 2’ નું નિર્દેશન જાણીતા ડાયરેક્ટર નિતિન કક્કડ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત તેનું મ્યૂઝિક બની રહેશે. બોલિવૂડની આ આઇકોનિક ફ્રેન્ચાઇઝીના સંગીતની કમાન ફરી એકવાર મિથૂન અને જાણીતા ગીતકાર સઈદ કાદરીના હાથમાં સોંપવામાં આવી છે. ઓરિજિનલ ફિલ્મના સદાબહાર ગીતો ‘તો ફીર આઓ’ અને ‘તેરા મેરા રિશ્તા’ ના નવા રિક્રિએટેડ વર્ઝન પણ આ ફિલ્મમાં શ્રોતાઓને સાંભળવા મળશે.

હાશ્મી અને દિશા પટણીની ફ્રેશ કેમિસ્ટ્રી, શબાના આઝમીનો પાવરફુલ અભિનય અને અદભુત એક્શન-ઇમોશનના ડબલ ડોઝ સાથે બનેલી ફિલ્મ ‘આવારાપન 2’ આગામી 14 ઓગસ્ટ 2026ના રોજ સ્વતંત્રતા દિવસના વીકેન્ડ પર દુનિયાભરના થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ માટે તૈયાર છે. ટીઝર જોયા બાદ ફેન્સ હવે ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.