Gujarat Ni Vaat

પંચમહાલના ટુવા હાઈવે પર બસ અને બાઈક વચ્ચે સર્જાય ગમખ્વાર અકસ્માત

Share On :

panchmahal news: પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક આવેલા ટુવા ગામ પાસે ગઈકાલે એક અત્યંત હૃદયદ્રાવક અને ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. ગામના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહેલી એક ગુજરાત એસ.ટી. બસ અને મોટરસાયકલ વચ્ચે કોઈ અગમ્ય કારણોસર પ્રચંડ ટક્કર થઈ હતી. આ ગંભીર અકસ્માતમાં બાઇક પર સવાર બે વ્યક્તિઓમાંથી એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. આ સમગ્ર ચોંકાવનારી દુર્ઘટના રોડની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરામાં લાઈવ કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર પણ વાઈરલ થયા છે.

મળતી પ્રાથમિક માહિતી અનુસાર, ટુવા ગામના મુખ્ય માર્ગ પર વાહનોની અવરજવર ચાલુ હતી ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી એસ.ટી. બસ અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો સ્પીડમાં અને ભયાનક હતો કે ટક્કર વાગતાની સાથે જ બાઇક પર સવાર બંને વ્યક્તિઓ હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયા હતા.બાઇક સવાર એક યુવકને માથાના તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર આંતરિક અને બાહ્ય ઈજાઓ પહોંચવાને કારણે તેનું ઘટનાસ્થળે જ શ્વાસ થંભી ગયા હતા અને કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

ઘટનાને પગલે ટુવા ગામના આ મુખ્ય માર્ગ પર લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા અને થોડા સમય માટે વાહનોની લાંબી લાઈનો લાગી જતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. માહિતી મળતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતકના શવને પંચનામું કરીને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ મોકલી આપ્યો છે.

પોલીસે અકસ્માતનો ગુનો નોંધી એસ.ટી. બસના ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ હાઈવે પરથી અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવીને વાહનવ્યવહાર ફરી પૂર્વવત કરાવ્યો હતો. મૃતકના પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવતા પરિવારમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ છવાઈ ગયો છે.