Gujarat Ni Vaat

પોરબંદરમાં ઇન્ડિયન નેવીનું UAV ક્રેશ, ટેકનિકલ ખામી કે અન્ય કારણ? તપાસ શરૂ

Share On :

INDIA NEWS: ભારતીય નૌસેનાના વેસ્ટર્ન નેવલ કમાન્ડ હેઠળ કાર્યરત અને દરિયાઈ સરહદની સુરક્ષા તેમજ દેખરેખ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા માનવરહિત સબરીન-ડ્રોન વિમાન નિયમિત સવારે આકાશમાં ઉડાન ભરી રહ્યું હતું, તે દરમિયાન પોરબંદરના ધરમપુર ગામ નજીક આવેલા નેશ વિસ્તારમાં ક્રેશ થયું હોવાની સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, ઉડ્ડયન દરમિયાન ડ્રોન કંટ્રોલ સ્ટેશન સાથેનો સંપર્ક તૂટવાને કારણે અથવા ગંભીર ટેકનિકલ ખામી સર્જાવાના કારણે આ અકસ્માત નડ્યો હોવાની આશંકા છે.

ભારતીય નૌસેનાના પોરબંદર એરબેઝ પરથી આજે સવારે આશરે 10.15 કલાકે આ UAV એ તેની નિયમિત પેટ્રોલિંગ માર્ગ પર ઉડાન ભરી હતી. ભારતની પશ્ચિમ સમુદ્રી સરહદ પર વ્યૂહાત્મક નજર રાખવા માટે આ ડ્રોન અતિ આધુનિક સેન્સર્સ અને કેમેરાથી સજ્જ હતું. ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશનના ડિસ્પ્લે પર વિમાનની ગતિવિધિ અસામાન્ય જણાવા લાગી હતી અને અચાનક જ ડેટા-લિંક કોમ્યુનિકેશન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું.

દુર્ઘટનાની ક્ષણોમાં જ પોરબંદર એરબેઝના રડાર સિસ્ટમે લોકેશન ટ્રેક કરી લીધું હતું. ઘટનાની ગંભીરતાને જોતાં જ ભારતીય નૌસેનાના ઉચ્ચ લશ્કરી સ્ટાફ, સ્થાનિક પોલીસ પ્રશાસન અને ફાયર બ્રિગેડની ટિમો તાત્કાલિક અસરથી એક્શનમાં આવી ગઈ હતી. સેના દ્વારા ઘટનાસ્થળની આસપાસના સમગ્ર વિસ્તારને કિલ્લાબંધી કરી દેવામાં આવ્યો હતો, જેથી સંરક્ષણ ક્ષેત્રની આ ગુપ્ત ટેકનોલોજી અને કાટમાળને કોઈ સામાન્ય નાગરિક નુકસાન ન પહોંચાડી શકે.

ભારતીય નૌસેનાના વડા અને વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ દ્વારા આ ગંભીર દુર્ઘટનાના ચોક્કસ મૂળ સુધી પહોંચવા માટે એક ઉચ્ચ સ્તરીય ‘બોર્ડ ઓફ ઇન્ક્વાયરી’ની રચના કરી દેવામાં આવી છે.તપાસ સમિતિ આગામી થોડા દિવસોમાં પોતાનો પ્રાથમિક અહેવાલ સંરક્ષણ મંત્રાલય સમક્ષ રજૂ કરશે,