KUTCH NEWS: કચ્છ જિલ્લાના વાયોર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટર ઈન્દ્રવિજય રાજેન્દ્રસિંહ ગોહિલ સામે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાંચ લેવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પીએસઆઈએ ફરિયાદી પાસે તેમની ફેક્ટરી ચાલુ રાખવા દેવા અને કાનૂની રીતે હેરાન ન કરવાના બદલામાં હપ્તા પેટે લાંચની માંગણી કરી હતી. જોકે, ભુજ શહેરમાં જાહેર રોડ પર લાંચની રકમ સ્વીકારતી વખતે એસીબીની ટ્રેપની ગંધ આવી જતાં પીએસઆઈ સરકારી નાણાં સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, વાયોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ ઈન્દ્રવિજય રાજેન્દ્રસિંહ ગોહિલે ફરિયાદીને (જેઓ ફેક્ટરી ધરાવે છે) પોલીસ તરફથી કોઈ હેરાનગતિ ન કરવા અને ફેક્ટરી શાંતિપૂર્વક ચાલુ રાખવા દેવાના બદલામાં નિયમિત હપ્તા પેટે પચાસ હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચની રકમ આપવા નહોતા માંગતા, જેથી તેમણે આ અંગે તાત્કાલિક એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે એસીબીની ટીમે ભુજ ખાતે લાંચના નાણાં આપવા માટે છટકું ગોઠવ્યું હતું. પીએસઆઈ ગોહિલે ફરિયાદીને લાંચની રકમ આપવા માટે ભુજમાં આવેલા ગાયત્રી મંદિરના ગેટ પાસે જાહેર રોડ પર બોલાવ્યા હતા. બંને વચ્ચે થયેલી વાતચીત બાદ સમજૂતી મુજબ પીએસઆઈ 40 હજાર રૂપિયાની લાંચ લેવા સંમત થયા હતા. ફરિયાદી જ્યારે ભુજ ગાયત્રી મંદિર પાસે પીએસઆઈ ગોહિલને લાંચના નાણાં આપી રહ્યા હતા, બરાબર એ જ સમયે પીએસઆઈને આસપાસ ગોઠવાયેલી એસીબીની ટીમની હાજરીની શંકા ગઈ હતી.
ટ્રેપની ગંધ આવી જતાં જ પીએસઆઈ ગોહિલ લાંચના 40 હજાર રૂપિયા ખિસ્સામાં મૂકીને એસીબીના અધિકારીઓ તેને પકડે તે પહેલાં જ ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.ફરિયાદના આધારે એસીબીની ટીમે ભુજ ખાતે લાંચના નાણાં આપવા માટે છટકું (ટ્રેપ) ગોઠવ્યું હતું. પીએસઆઈ ગોહિલે ફરિયાદીને લાંચની રકમ આપવા માટે ભુજમાં આવેલા ગાયત્રી મંદિરના ગેટ પાસે જાહેર રોડ પર બોલાવ્યા હતા. બંને વચ્ચે થયેલી વાતચીત બાદ સમજૂતી મુજબ પીએસઆઈ 40 હજાર રૂપિયાની લાંચ લેવા સંમત થયા હતા.
ફરિયાદી જ્યારે ભુજ ગાયત્રી મંદિર પાસે પીએસઆઈ ગોહિલની લાંચના નાણાં આપી રહ્યા હતા, બરાબર એ જ સમયે પીએસઆઈને આસપાસ ગોઠવાયેલી એસીબીની ટીમની હાજરીની શંકા ગઈ હતી. ટ્રેપની ગંધ આવી જતાં જ પીએસઆઈ ગોહિલ લાંચના હજાર રૂપિયા ખિસ્સામાં મૂકીને એસીબીના અધિકારીઓ તેને પકડે તે પહેલાં જ ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.




