AUTO NEWS: ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ક્રાંતિ વચ્ચે મધ્યમ વર્ગના પરિવારો માટે એક અત્યંત ખુશીના સમાચાર સામે આવ્યા છે. ભારતમાં સામાન્ય લોકોના બજેટને અનુકૂળ અને દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર ‘Blinq Ryde’ સત્તાવાર રીતે લોન્ચ થઈ ગઈ છે. આ શાનદાર માઇક્રો-હેચબેક કારની શરૂઆતી કિંમત માત્ર ₹4.50 લાખ રાખવામાં આવી છે. પોતાની આ સુપર બજેટ-ફ્રેન્ડલી પ્રાઇસ, આધુનિક સેફ્ટી ફીચર્સ અને સ્માર્ટ ટેક્નોલોજીના કારણે આ કાર ભારતીય મધ્યમ વર્ગના પરિવારો અને રોજિંદા મુસાફરો ગેમ-ચેન્જર સાબિત થશે.
આકર્ષક વેરિઅન્ટ અને 10 સુંદર કલર્સ
કંપનીએ ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ‘Blinq Ryde’ ને મુખ્યત્વે બે વેરિઅન્ટમાં રજૂ કરી છે જેમાં ખાસ કરીને ઘરગથ્થુ અને પારિવારિક ઉપયોગ માટે ડિઝાઇન કરાયું છે. બીજું વ્યવસાયિક ઉપયોગ અને ટેક્સી સેવાઓ માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ કાર કુલ 10 આકર્ષક અને મનમોહક કલર્સમાં ઉપલબ્ધ છે, જેમાં સોબર ગ્રીન, એમ્બર-ઓરેન્જ, રોસો અને લૂનર સિલ્વર જેવા લોકપ્રિય શેડ્સનો સમાવેશ થાય છે.

ફ્યુચરિસ્ટિક ડિઝાઇન અને આરામદાયક ઇન્ટિરિયર
બ્લિંક રાઇડની ડિઝાઇન ખૂબ જ કોમ્પેક્ટ, સ્લીક અને ફ્યુચરિસ્ટિક છે. તેમાં આકર્ષક એલઇડી હેડલાઇટ્સ, એરોડાયનેમિક બોડી લાઇન્સ અને શાર્પ કટ્સ આપવામાં આવ્યા છે, જે કારને પ્રીમિયમ અને સ્પોર્ટી લુક આપે છે. પરિમાણમાં કોમ્પેક્ટ હોવા છતાં, કારની અંદરની કેબિન સ્પેસને ખૂબ જ કાળજીપૂર્વક અને સ્માર્ટ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. 5 દરવાજા ધરાવતી આ કારમાં ૫ પુખ્ત વયના લોકો ખૂબ જ આરામથી બેસી શકે છે. મુસાફરો માટે પૂરતું લેગરૂમ અને હેડરૂમ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. ડેશબોર્ડને એકદમ સાફ, મોર્ડન અને મિનિમલિસ્ટિક લુક આપવામાં આવ્યો છે, જે પ્રવાસ દરમિયાન ડ્રાઇવર અને પેસેન્જર્સના કમ્ફર્ટને બેવડાવે છે.
મોડ્યુલર બેટરી અને એડવાન્સ ‘સ્વેપિંગ’ ટેક્નોલોજી
આ કારની સૌથી મોટી તાકાત તેની કાર્યક્ષમ લિથિયમ-આયન બેટરી પ્રોપલ્શન સિસ્ટમ છે, જે એડવાન્સ મોડ્યુલર ટેક્નોલોજી અને થર્મલ મેનેજમેન્ટ સિસ્ટમથી સજ્જ છે. આ કારમાં પાવરફુલ ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમ તો છે જ, પરંતુ તેની સાથે કંપની શહેરી ફ્લીટ્સ અને રાઇડ-હેલિંગ સર્વિસ એક ખાસ યોજના લાવી રહી છે. આ ગાડીને સ્વાઇપેબલ (બેટરી-સ્વેપિંગ) ટેક્નોલોજી સાથે જોડવામાં આવશે. આ સિસ્ટમ કાર્યરત થવાથી ચાર્જિંગ માટે કલાકો સુધી રાહ જોવાનો લાંબો સમય સંપૂર્ણપણે નાબૂદ થશે અને માત્ર ગણતરીની મિનિટોમાં જ ડિસ્ચાર્જ થયેલી બેટરીને ફૂલ ચાર્જ્ડ બેટરી સાથે બદલી શકાશે.




