Gujarat Ni Vaat

અશક્યને શક્ય કર્યુ: 70 હજાર વાહનો અને 100 ટ્રેનોની વચ્ચે એન્જિનિયરિંગનો અદભૂત કરિશ્મા!

Share On :

VADODRA NEWS : વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીએ એક નવી ઊંચાઈ સર કરી છે. શહેરના સૌથી વ્યસ્ત ગણાતા વડસર રોડ ઓવર બ્રિજ પર રેલવે પ્રશાસન અને એન્જિનિયરોએ સાથે મળીને માત્ર 2 કલાક અને 13 મિનિટના ટૂંકા ગાળામાં 40 મીટર લાંબો ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. દરરોજની 100થી વધુ ટ્રેનો અને 70,000 વાહનોની અવરજવર વચ્ચે, ટ્રાફિકને જરા પણ ખલેલ પહોંચાડ્યા વગર હાથ ધરવામાં આવેલું આ ઓપરેશન એન્જિનિયરિંગનો એક અદભૂત નમૂનોસાબિત થયું છે. FSLM ટેકનોલોજીના ઉપયોગથી અત્યંત જટિલ ગણાતી આ પ્રક્રિયાને બુલેટ ગતિએ પૂર્ણ કરીને નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશને એક મહત્વનો પડાવ પાર કર્યો છે.

70 હજાર વાહનો અને 100 ટ્રેનોની વચ્ચે

વડસર રોડ ઓવર બ્રિજ પાસે ગર્ડર લોન્ચ કરવો એ કોઈ સામાન્ય કામ નહોતું. એક તરફ નીચેથી દરરોજ ૭૦,૦૦૦થી વધુ વાહનો પસાર થાય છે, તો બીજી તરફ રેલવે ટ્રેક પરથી 100થી વધુ ટ્રેનોની અવરજવર રહે છે. આટલી જટિલ અને જોખમી જગ્યાએ ૪૦ મીટર લાંબો અને ટનબંધી વજન ધરાવતો ગર્ડર મૂકવો એ ‘સોયના નાકામાંથી હાથી પસાર કરવા’ જેવું અઘરું કામ હતું.

માત્ર 133 મિનિટમાં ખેલ ખતમ!

જ્યાં કલાકો સુધી ટ્રાફિક જામ રહેવાની ભીતિ હતી, ત્યાં ટેકનોલોજી અને ચોકસાઈનો સમન્વય જોવા મળ્યો. FSLM લોન્ચિંગ નામની અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને, એન્જિનિયરોએ આખાય ગર્ડરને હવામાં જાદુઈ રીતે લટકાવીને નિર્ધારિત સ્થળે ગોઠવી દીધો. આ આખી પ્રક્રિયા માત્ર 2 કલાક અને 13 મિનિટમાં પૂર્ણ કરી દેવામાં આવી.

એન્જિનિયરિંગનો માસ્ટરસ્ટ્રોક

આ સફળતા માત્ર એક ગર્ડર લોન્ચિંગ નથી, પણ ભારતીય એન્જિનિયરોની ક્ષમતાનો પુરાવો છે. ટ્રાફિકને ખલેલ પહોંચાડ્યા વગર અને રેલવેના શિડ્યુલને જાળવી રાખીને કરવામાં આવેલું આ ઓપરેશન આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે માઈલસ્ટોન સાબિત થશે. વડોદરાના આ વ્યસ્ત કોરિડોર પર હવે બુલેટ ટ્રેનનો પથ વધુ મજબૂત બન્યો છે.