Gujarat Ni Vaat

દ્વારકાના રૂપેણ બંદરે સાગરખેડુ પરિવાર પર હુમલો કરનાર આરોપીઓ પર પોલીસે કસ્યો સકંજો

Share On :

DWARKA NEWS: દેવભૂમિ દ્વારકાના રૂપેણ બંદરે સાગરખેડુ પરિવાર પર પાઇપ-ધોકાથી થયેલા હુમલા બાદ પોલીસ હરકતમાં આવી છે. પી.આઈ. જાડેજાની ટીમે ગણતરીના કલાકોમાં આરોપીઓ પર સકંજો કસતા સ્થાનિકોએ પોલીસની કામગીરીને બિરદાવી છે. ઘટનાની ગંભીરતાને જોતાં દ્વારકા પોલીસ સ્ટેશનના પી.આઈ. જાડેજા સાહેબ અને તેમની ટીમે તાત્કાલિક ગુના વાળી જગ્યાની મુલાકાત લીધી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તપાસને વેગ આપ્યો છે. પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓ પર સકંજો કસવાની શરૂઆત કરી દીધી છે.

પાઇપ-ધોકા વડે હુમલો થતાં પોલીસ એક્શન મોડમાં

મળતી માહિતી મુજબ, રૂપેણ બંદરે સાગરખેડુ પરિવાર પર અજાણ્યા-સ્થાનિક શખ્સો દ્વારા જૂની અદાવત કે અન્ય કોઈ કારણોસર પાઇપ અને ધોકા વડે હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતાં દ્વારકા પોલીસ સ્ટેશનના પી.આઈ. જાડેજા સાહેબ અને તેમની ટીમે તાત્કાલિક ગુના વાળી જગ્યાની મુલાકાત લીધી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તપાસને વેગ આપ્યો છે. પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓ પર સકંજો કસવાની શરૂઆત કરી દીધી છે.

દ્વારકા પોલીસની ત્વરિત કામગીરીની ચોમેર પ્રશંસા

સાગરખેડુ પરિવાર પર થયેલા આ હુમલા બાદ સ્થાનિક લોકોમાં ફફડાટ અને રોષનો માહોલ હતો, પરંતુ દ્વારકા પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુના સંદર્ભે કડક વલણ અપનાવી કાયદાનું ભાન કરાવવાનું શરૂ કરતાં સ્થિતિ પર કાબૂ મેળવાયો છે. પી.આઈ. જાડેજા અને તેમની ટીમની આ આક્રમક અને ત્વરિત કાર્યવાહીને પગલે સ્થાનિક માછીમારો, સાગરખેડુ સંગઠનો અને નાગરિકો દ્વારા દ્વારકા પોલીસની બહોળી પ્રશંસા કરવામાં આવી રહી છે. પોલીસે આ મામલે કડક કાનૂની પગલાં ભરીને તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવાની ખાતરી આપી છે.