Gujarat Ni Vaat

અમૂલ દૂધ મોંઘું થયું: અમૂલ ગોલ્ડ, શક્તિ અને તાજા સહિતની તમામ વેરાયટીઓમાં ભાવવધારો ઝીંકાયો

Share On :

anand news : ભારતની સૌથી મોટી ડેરી બ્રાન્ડ ‘અમૂલ’ દ્વારા ફરી એકવાર દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનેએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2નો વધારો કરવામાં આવ્યો છે. આ નવા ભાવ 14 મે, 2026 એટલે કે ગુરુવારથી સમગ્ર ગુજરાતમાં અમલી બનશે. મોંઘવારીના આ સમયમાં દૂધ જેવા જીવનજરૂરી ઉત્પાદનમાં થયેલો આ વધારો મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે ચિંતાનો વિષય બન્યો છે.

નવા ભાવનું માળખું

અમૂલ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ભાવ પત્રક મુજબ, ગ્રાહકોએ હવે દરેક પેકિંગ પર વધારાની કિંમત ચૂકવવી પડશે. મુખ્ય વેરાયટીઓના જૂના અને નવા ભાવ નીચે મુજબ છે

દૂધનો પ્રકારપેકિંગજૂનો ભાવનવો ભાવ
અમૂલ શક્તિ500 ML₹31₹32
અમૂલ ગોલ્ડ500 ML₹34₹35
અમૂલ ગોલ્ડ1 લિટર₹68₹70
અમૂલ બફેલો500 ML₹38₹39
અમૂલ ટી સ્પેશિયલ1 લિટર₹64₹66
અમૂલ તાજા1 લિટર₹55₹57
અમૂલ ગાયનું દૂધ500 ML₹29₹30
સ્લીમ & ટ્રિમ500 ML₹25₹26

અમૂલ દ્વારા કરવામાં આવેલા આ ભાવવધારાથી મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો પર આર્થિક બોજ વધવાની શક્યતા છે. ખાસ કરીને ગૃહિણીઓનું માસિક બજેટ ખોરવાઈ જશે, કારણ કે દૂધ એ રોજિંદા વપરાશની અનિવાર્ય વસ્તુ છે. દૂધના ભાવ વધવાને કારણે હવે દૂધની અન્ય બનાવટો જેમ કે દહીં, છાશ અને પનીરના ભાવમાં પણ વધારો થઈ શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે.

તમામ ગ્રાહકો અને રિટેલ વિક્રેતાઓને જાણ કરવામાં આવે છે કે 14 મેની સવારથી જે દૂધનો જથ્થો આવશે તે નવા ભાવ સાથે ઉપલબ્ધ થશે. ઓપરેશન ખર્ચ અને પશુપાલકોને પોષણક્ષમ ભાવ પૂરા પાડવાના હેતુથી સમયાંતરે આ પ્રકારના ભાવ સુધારા કરવામાં આવતા હોય છે.