CRICKET NEWS: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બુધવારે રમાયેલી પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન ભારતીય ઓપનર બેટ્સમેન અભિષેક શર્માએ ક્રિકેટ જગતમાં એક નવો ઇતિહાસ રચી દીધો છે. પોતાની વિસ્ફોટક બેટિંગ શૈલી માટે જાણીતા અભિષેકે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં 100 છગ્ગા (સિક્સર) પૂરા કરવાનો વિશ્વવિક્રમ પોતાના નામે અંક્તિ કર્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિ સાથે તેણે વિશ્વના દિગ્ગજ બેટ્સમેનોને પાછળ છોડી દીધા છે.
માત્ર 785 બોલમાં 100 સિક્સરનો આંકડો પાર કર્યો
ઇંગ્લેન્ડ સામેની પ્રથમ મેચમાં સંજુ સેમસન સાથે ઇનિંગ્સની શરૂઆત કરવા ઉતરેલા અભિષેક શર્માએ માત્ર ૯ બોલની પોતાની ઇનિંગ દરમિયાન ૨ ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. આ ૨ છગ્ગાની મદદથી તેણે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના ૧૦૦ છગ્ગા પૂર્ણ કર્યા હતા. આ સિદ્ધિ સુધી પહોંચવા માટે તેણે માત્ર 785 બોલનો સામનો કર્યો છે, જે અત્યાર સુધીના T20i ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ઝડપી છે.
T20 રેન્કિંગમાં બીજા ક્રમે પહોંચ્યો અભિષેક
જુલાઈ 2024માં ભારત માટે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર અભિષેક શર્માએ ખૂબ જ ટૂંકા ગાળામાં વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. ટી20 વર્લ્ડ કપ દરમિયાન તે વિશ્વના સૌથી ખતરનાક અને વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન તરીકે ઉભરી આવ્યો હતો. પોતાની આ શાનદાર સાતત્યપૂર્ણ બેટિંગના જોરે તે હાલમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ની T20i બેટ્સમેનોની રેન્કિંગમાં વિશ્વમાં બીજા ક્રમે બિરાજમાન છે. ભારતીય ક્રિકેટ ફેન્સ અને દિગ્ગજો સોશિયલ મીડિયા પર અભિષેક શર્માની આ અદ્ભુત અને ઐતિહાસિક સિદ્ધિને બિરદાવી રહ્યા છે.




